ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું. જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.
મારી સંસ્કૃતિ મારું ગૌરવ : ડાંગી નૃત્ય ડાંગ જિલ્લાના આદિવાસીઓનું પરંપરાગત ડાંગી નૃત્ય, 'ચાળો' નામથી પણ જાણીતુ છે. આ નૃત્ય સ્ત્રી અને પુરુષ બન્ને સાથે મળીને કરે છે. નૃત્ય દરમ્યાન ડાંગી સમુદાય અને તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન થાય છે. ડાંગી નૃત્ય ૨૭ પ્રકારના વિવિધ તાલ ધરાવે છે. દરેક તાલ એક અલગ અનુભવ અને ભાવના વ્યક્ત કરે છે. ઢોલ, થાપી, ઝાંઝ અને પાવરી જેવા વાદ્યોના તાલબદ્ધ સંગીત સાથે, નૃત્યકાર ચકલી, મોર, કાચબા જેવા પ્રાણીઓ અને પક્ષીઓની નકલ કરીને ઉત્સાહભેર નૃત્ય કરે છે. ડાંગી નૃત્ય ડાંગ જિલ્લાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા નું એક મહત્વપૂર્ણ પાસુ છે. તે આદિવાસી સમુદાયની જીવંતતા, ઉત્સાહ અને એકતાનું પ્રતિબિંબ છે. #મારીસંસ્કૃતિમારુંગૌરવ ડાંગ જિલ્લાના આદિવાસીઓનું પરંપરાગત ડાંગી નૃત્ય, 'ચાળો' નામથી પણ જાણીતુ છે. આ નૃત્ય સ્ત્રી અને પુરુષ બન્ને સાથે મળીને કરે... Posted by Youth Services and Cultural Activities on Friday, July 12, 2024
તાપી : સોનગઢ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અજયભાઇ વળવી પીએચ.ડી. થયા સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢમાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામણે ગામના વતની અજયભાઇ દીપકભાઈ વળવીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અપવ્યય પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાઓના સંદર્ભમાં એક સમાજશાસ્ત્રીય અભ્યાસ શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો,જેને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે આ સમાજશાસ્ત્રીય સંશોધન વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ બોટાદના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. જયશ્રીબેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું છે. તેમણે. એમ.ફિલ.ની પદવી પણ મેળવી છે. વર્ષ ૨૦૧૮માં જીપીએસસી દ્વારા સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (વર્ગ-૨) તરીકે નિમણૂક થતાં સરકારી વિનયન કોલેજ સાંતલપુર, જિ.પાટણ ખાતેથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
Comments
Post a Comment