નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.
નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું. નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત નાનાપોંઢાના ચાર રસ્તા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે આજ રોજ નાનાપોંઢા ગ્રામપંચાયત હોલ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા તાલુકાનાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ગાંવિત, નાનાપોંઢા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં કમલેશભાઈ પટેલ કપરાડા તાલુકાના આદિવાસી એક્તા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં ડૉ દિનેશભાઇ ખાંડવી, ગમનભાઈ ગાંવિત, મનાલા ગામ ના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગાંવિત , નાનાપોંઢા ગામના તેમજ કપરાડા તાલુકાના જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ તમામ આદિવાસી સમાજ ના મિત્રો આજ ની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ રમેશભાઈ ગાંવિત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં નાનાપોંઢા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા સર્કલ નામાભિધાન સાથે સ્ટેચ્યુ મૂકવા સબંધી વાતો કરવામાં આવી સાથે સ...


Comments
Post a Comment