મારી સંસ્કૃતિ મારું ગૌરવ : ડાંગી નૃત્ય
મારી સંસ્કૃતિ મારું ગૌરવ : ડાંગી નૃત્ય
ડાંગ જિલ્લાના આદિવાસીઓનું પરંપરાગત ડાંગી નૃત્ય, 'ચાળો' નામથી પણ જાણીતુ છે. આ નૃત્ય સ્ત્રી અને પુરુષ બન્ને સાથે મળીને કરે છે. નૃત્ય દરમ્યાન ડાંગી સમુદાય અને તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન થાય છે. ડાંગી નૃત્ય ૨૭ પ્રકારના વિવિધ તાલ ધરાવે છે. દરેક તાલ એક અલગ અનુભવ અને ભાવના વ્યક્ત કરે છે.
ઢોલ, થાપી, ઝાંઝ અને પાવરી જેવા વાદ્યોના તાલબદ્ધ સંગીત સાથે, નૃત્યકાર ચકલી, મોર, કાચબા જેવા પ્રાણીઓ અને પક્ષીઓની નકલ કરીને ઉત્સાહભેર નૃત્ય કરે છે.
ડાંગી નૃત્ય ડાંગ જિલ્લાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા નું એક મહત્વપૂર્ણ પાસુ છે. તે આદિવાસી સમુદાયની જીવંતતા, ઉત્સાહ અને એકતાનું પ્રતિબિંબ છે.
#મારીસંસ્કૃતિમારુંગૌરવ
Comments
Post a Comment