Posts

નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ

નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બની રહ્યા છે રાજ્યના ખેડૂતો… CMO Gujarat Raghavji Patel #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #organicfarming #naturalfarming #farming #gujarat Posted by  Gujarat Information  on  Saturday, July 13, 2024

ગામીત સમાજનું ગૌરવ : વ્યારા, તાપી જિલ્લો

Image
  ગામીત સમાજનું ગૌરવ : વ્યારા, તાપી જિલ્લો

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
  Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ મ...

આદીવાસી સમાજ મિત્રો દ્વારા એકનવી પ્રકૃતિ બચાવો અભિયાનની શરૂઆત

આદીવાસી સમાજ મિત્રો દ્વારા એકનવી પ્રકૃતિ બચાવો અભિયાનની શરૂઆત #MOTHERNATUREBEAUTY #CLEANINGDRIVE આદીવાસી સમાજ મિત્રો દ્વારા એકનવી પ્રકૃતિ બચાવો અભિયાન ની સરૂઆત કીડીયા ડુંગર થી કરવામાં ‌આવી હતી એમા વાલીયા, જગડીયા ,નેત્રંગ, રાજપારડી,અંકલેશ્વર,તરીયા,ઝોખલા,વાસણા વગેરે ગામડા ઓ માથી પહેલા પ્રત્તન માં મોટી સંખ્યા માં યુવાનો જોડાયા‌ હતા અને #CLEANINGDRIVE અભિયાન સરૂઆત સફળતા પુવૅક થઈ છે. આવનાર સમય માં બીજા પણ પરીયટન સ્થળે જવાનુ હોવાથી યુવા મિત્રો વધુ થી વઘુ મિત્રો જોડાવ અને માં પ્રક્રુતિ જતન કરીએ. કડીયા ડુંગર ખાતે જેટલા પણ નામી અનામી યુવા મિત્રો ,આગેવાનો જોડાયા સાથસહકાર આપ્યો એ તમામ નો‌ જોહાર આભાર 🌲MOTHER NETURE BEAUTY 🌲 🌳CLEANING DRIVE 🌳 #જલ_જંગલ_જમીન #indigenousunityyouth #adivasiculture #adivasi_samaj #adivasi_language #prakritipujak #yahmogimata🙇🏻‍♂️🌾 #johar #reels #indigeniousunitypeople #instagram #kariyadungar Posted by Vinay Vasava on Monday, June 17, 2024

ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ.

Image
ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના  પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ. આજરોજ તા.16/06/2024 ના દીને ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટેની પ્રાર્થના કરવામાં આવે છે અને આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો દ્વારા સમગ્ર ગામનાં  લોકો થઈને હવન કરવામાં આવશે.

મહુડાનું ઝાડ, તાપી - ડાંગનાં સરહદી વિસ્તારના ગામો અને જંગલો, આદિવાસીઓનું જનજીવન.

મહુડાનું ઝાડ, તાપી - ડાંગનાં સરહદી વિસ્તારના ગામો અને જંગલો, આદિવાસીઓનું જનજીવન. Video courtesy:  Facebook social media 

બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

Image
 બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સ...